આવું કેવું યાર??
કોઈ પણ તને રડાવી જાય?
દરિદ્ર હૃદયને કાઢી નાખ,
મન સાથે છેડો ફાડી નાખ,
નાખ ચિંતા જગતની દરિયામાં,
કાંતો,હોય જે બધું કઈએક વારમાં ઉલેચી નાંખ,
બાકી આવુ ચાલે જ નહી ,
કે કોઈ પણ તને રડાવી જાય.
મગજ તારુ માળિયે મુક,
હૃદયને કરીદે હવે ફરજ મુક્ત
મગજનુ કામ મગજને જ આપ,
હૃદયને સાયલેન્ટ કરીને મુક
થઈ જા તારા સિદ્ધાંતોથી મુક્ત
કહુ છું કાયમ આમ પોક ન મુક,
આવુ કેવુ યાર?
કોઈ પણ તને રડાવી જાય!?
બાકી આવુ ચાલે જ નહી ,
કે કોઈ પણ તને રડાવી જાય.
✍રજનીકાન્ત પટેલ'જુગલ'💕