*એક સાંજ*
🌅
🌞🌞🌞🌞🌞
જીંદગી છે ચાલ્યા કરે...!
*એક સાંજ* ઉગે ને આથમે..!
ભાગંભાગ અને ધમ્મપછાડા વાળી જીંદગીમા,
રોજીંદા કામોની ઘટમાળ ચાલ્યાં કરે....
ક્યારેક પરિવારને પણ વ્યવસાય આગળ મહત્વ આપતા રહો...
ઉછીની
*એક સાંજ* આપતાં રહો...!
પૈસો અને વ્યવસાયમાં ગુમાવ્યુ યૌવન,
પરિવાર ને સંબંધો વગર ગુમાવ્યા સાવન,
ઘડપણમાં જોઈએ નમન, તો
કર સૌ સાથે આનંદગમન,
સૌની ઈચ્છાઓને માન આપ્યા કરો...
ઉછીની
*એક સાંજ*
આપ્યા કરો...!
જે આપશો તે જ પામશો,
ક્રમ દિશે એ કુદરતી,
ક્યારેક,
કુદરતના ખોળે પણ સમય વિતાવ્યા કરો, કુદરતી આલ્હદક્તાને માણ્યા કરો....
પોતાના માટે,
ઉછીની
*એક સાંજ*
આપ્યા કરો....!
સાંજ તો સુર્યની દિવસભરની સાધનાનુ ફળ,
મનુષ્ય પણ ચાહતો દિનચર્યામાંથી વિરામ,
આનંદની હર એક પળ માણ્યા કરો,
તો *એક સાંજ*
સ્વ જોડે પણ વિતાયા કરો...
ઉછીની
*એક સાંજ*
પોતાની જાતને આપ્યા કરો...!
મૃત્યુ એક સનાતન સત્ય,
આજ આવશે કે કાલ?!!
મૃત્યુ પછીની એક સવાર કે એક સાંજ કેવી હશે?!
આજની પળેપળ માણતા રહો,
હસતા રહો હસાવતા રહો...
સૌને ઉછીની
*એક સાંજ*
આપતા રહો...!
ઉગે એનુ આથમવુ નિસ્ચિત,
જન્મે તેનુ મૃત્યુ નિસ્ચિત,
નવી સવારમાં સુર્યને આવકાર,
નવી સાંજ એ પ્રભુનો ઉપકાર,
માટે
આજ મા જીવતા રહો...
નિજાનંદ માટે,
ઉછીની
*એક સાંજ* પોતાને જ
આપતા રહો...!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*