. *જોકર*
🤡👻🤠🥴😭
સમજવી છે જીંદગી તો જુઓ જોકરની જીંદગી.
ચહેરા પર પહેર્યુ મહોરૂ,
દુ:ખ ચહેર્યુ
ને
સુખ મહોર્યુ.
દુ:ખનો અસલી ચહેરો કરી સહજ,
ને
સુખનો ચહેરો કર્યો
મહજ.
એક આંખ રડતી
ને
એક આંખ હસતી.
કરૂણરસ ને હાસ્યરસનો અદ્ભુત કમાલ શીખવાડતી જીંદગી જોકરની...!
જોકર કહેતો લોકોને,
જીંદગીના સરકસમા,
સુખદુ:ખના ખેલમા..
ખુશી વહેંચતો જા...
સૌને સુખીયા કરતો જા...
પ્રેમ થકી પુણ્યનુ પોટલું બાંધતો જા..
કોઈનું દુ:ખ માઈનસ કરતો જા..
સુખને પ્લસ કરતો જા..
કોઈને હસાવી...એના થકી
તારી જીંદગીની... કરૂણતા ના
સરવાળે ભાગાકાર કરતો જા...!!
જીંદગીની ખુમારી અકબંધ રાખી, તારા કાર્યો પુરી સિદ્દતથી નિભાવતો જા...
જીંદગી એક ગંજીફાની રમત...
સમય સમય બલવાન..
ક્યારેક
એક જોકર પણ બનતો ,
ત્રણ એક્કા પર ભારી...
બિચારો બાદશાહ પણ
ક્યારેક ચલાવતો લારી...
હૈયૈ રાખી તમે હામ તો
બાજી જીંદગીની
નવ હારી...
જીવો રાખી તમારી,
અકબંધ ખુમારી.
જોકર આપતો શિખામણ સૌને...
જોકર એક વ્યવસાય છે...
જોકરશી નવ બનાવશો જીંદગી.
જોકરની જીંદગી, એક સંકેત...
ખેલદિલીથી જીવ્યા તો અહેસાસ...
નહીતર ,
જીવતેજીવત ..
એક જીવતી લાશ.
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*