*તમે કેમ છો?!*
તમારા લીધે તો થઇ છે મારી બદનામી,
બાકી મારામા શુ હતી ખામી?!!
મને તો છે તમારી કદર,
એટલે ....
હું તો પુછીશ ખબર તમારી...
*તમે કેમ છો?*
મઝામાં ને?!
અમે કરતાં રહ્યા એક તરફી પ્રેમની મહિમા...!
બંધન બધા
ફગાવીને સઘળા,
જાળવી સંબંધની ગરીમા...!
બાકી , મારામા ય હતી સ્વમાન જાળવી ને જીવવાની ખુમારી...
છતાંય ,
હું તો પુછીશ
ખબર તમારી...
*તમે કેમ છો?*
મઝામા ને?!
કયારેક અમનેય ઈચ્છાઓની અધુરપ,
ખબરઅંતર સાંભળવાની
મધુરપ ,
મીઠાસા બે બોલની,
કયારેક તમેય આવીને પુછો,અમને..
કે,
*તમે કેમ છો?!*
મઝામાં ને?!
-ઋતંભરા વિશ્વજીત