'આંખ મળશે ત્યારે'.
**★*******★**
ઘણા વરસોથી વિદેશ સ્થાયી થયેલ દિકરી જ્યારે સ્વદેશ પોતાની મૉં ને મળવા પહોંચવાની તૈયારીમાં છે,....
ત્યારે ,તેને વિચાર આવે છે કે એરપોર્ટ પરથી મારા ઘરે પહોંચીશ અને જેવી મારી મૉં સાથે *મારી આંખ મળશે*.....!! કે તરતજ ....મારી મૉં , મારી આંખોના અવ્યક્ત ભાવો કળી જશે, આટલા બધા વરસોથી ધરબી રાખેલી વાતો એ પળવાર માં પામી જશે....
હું નાનપણથી ખુબ અંતરમુખી છું..
મારે કયારેય કોઈ માગણી, મારી મૉં આગળ મુકવી જ નથી પડી...!!!
એ હંમેશા મારી જરૂરતો, મારી લાગણીઓ, ગમો ,અણગમો, મારી વેદના કે વ્હાલ સઘળું ય મારી આંખોથી પામી જતી...!
મારી મૉં , મારી આંખો વાંચવામા માહેર હતી...!!
અને ,કેમ ના હોય...!
બાળપણમાં મારી રીશાયેલી આંખો તો મારી મૉંને તરત પરખાઈ જતુ ને એની કાલીઘેલી ભાષામાં મનાવવા દોડી આવતી...!!
હું જ્યારે બાળક હતી, બોલતા નો'તી શીખી.....,ત્યારે એ એક દુનિયાની સૌપ્રથમ વ્યક્તિ હતી.... જે મારા અબોલ આંખોના ભાવ..,અને શબ્દો વાંચી જતી હતી.....!!!
કારણ.....,
ફક્ત એટલુ જ કે....
હું અને મારી મૉં છેવટે તો એક જ મૉંયલાનો અંશ ને....!?
ને.......
આંખો પણ એનો જ અંશ હોવાની.....!!!
તો દુનિયા માં ક્યાંય પણ જ્યારે જ્યારે......!!
મૉં -દિકરીની.......!
*આંખો મળશે ત્યારે ત્યારે*.....!
આંખોનો વાર્તાલાપ સ્થાન પામશે...!
શબ્દો મૌન થઈ જશે.....!!
એક,
ભાવ વિભોર મૌન.....!
🙏🏻ૐ🙏🏻
-ઋતંભરા વિશ્વજીત