હે ,ઈશ્વર!
તમે ધરતી પર આવો તો ખરા..!
તેમાય ભારતની ધરતી પર જન્મ લો તો ખરા..!!
કળીયુગમાં અહી જીવી ને બતાંડો તો ખરાં...!!
નાત ,જાતના વાડા,ધર્મ,અધર્મના ચેંડા...!
કયાંય સચ્ચાઈથી કામ કરીને બતાડો તો ખરા....!!!
હે, ઈશ્વર તમે ધરતી પર આવો તો ખરા..!
બહેનો દિકરીઓની આ અવદશા,. દાંત પુરુષોના ચાવવાના જુદા,બતાવવાના જુદા..!
સ્ત્રી રૂપે અહી જીવીને બતાડો તો ખરા..!!
હે, ઈશ્વર.!!
તમે ધરતી પર આવો તો ખરા..!!
બિચારો મારો દેશ, ભારત..!
આઝાદી પછી ના ઘરનો ના ઘાટનો....!
નકલી નેતાઓની ચુંગાલમાંથી એને બચાવો તો ખરા...!!
હે , ઈશ્વર.!!
તમે ધરતી પર આવો તો ખરા..!
બહુ ઉજવી તમારી વર્ષગાંઠો અમે ,તમારી વગર...!
હવે પ્રેમી ભક્તો માટે સદેહે કેક કાપવા આવો તો ખરા...!
અમારી મહેમાનગતિ માણો તો ખરા...!!
હે, ઈશ્વર..!તમે ધરતી પર આવો તો ખરા...!!
-ઋતંભરા વિશ્વજીત