મારી સ્વરચિત રચનાઓ: '
મારી મૉં '.
'શારદા' નામે મારી મૉં.
સાક્ષાત સરસ્વતી નું રૂપમારી મૉં. માતાજી ની અખંડ ઉપાસક મારી મૉં. મારા પપ્પાજી નું અડધું અંગ મારી મૉં. સમગ્ર પરિવાર ની જોડતી કડી મારી મૉં.
આભાર વૃધ્ધ સૌ ની પ્રિય મારી મૉં. મારું આગવું પીઠબળ મારી મૉં.
સુચારૂ જીવન જીવવાની જડીબુટ્ટી મારી મૉં.
એક અમીઝરતું વ્યક્તિત્વ મારી મૉં. એક અડગ, અડીખમ વ્યક્તિ મારી મૉં. લોખંડી મનોબળ ની ધની મારી મૉં. એનો સ્વર્ગવાસ એક શુન્યાવકાશ ..........
સ્વર્ગમાં પણ ચોક્કસ જ સૌને વ્હાલી હશે .
મારી મૉં....નામે શારદા.