Gujarati Quote in Song by Rutambhara Thakar

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#'ઓઢણી'
મારા વ્હાલાને ખાતર સોળેશ્રૃંગાર,
ઓઢણી ઓઢુંને વ્હાલો મારો સાંભરે. મારી ઓઢણીમાં મોરલાની ભાત,
દિલનો મોરલો ટહૂકેને વ્હાલો મારો સાંભરે,
મેહુલીયો વરસ્યોને ઓઢણી ભીંજાઈ ,
દીલડુ મારૂ તરબતર થાય ને વ્હાલો મારો સાંભરે,
વાયુના વિંઝણા વિંઝાય,
ઓઢણી માથેથી સરકી ને
વ્હાલો મારો સાંભરે,
હૈયુ મારુ થરકે ને,
શરમના શેરડા ફૂટે ,
સપનાનાં ઓરતાંમા નવવધુની
ઓઢણી દેખાય ને
વ્હાલો મારો સાંભરે. -ઋતંભરા વિશ્વજીત

Gujarati Song by Rutambhara Thakar : 111384053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now