*આ તે કેવી સજા?*
🕸️🕸️🕸️🕸️🕸️
તમે એક તો મળવા આવો મોડાને,
છતાંય પાછા તમે જ રિસાવ....!!
લો બોલો... ,
આ તે કેવી સજા...!?
તમને મનાવવા ફુલોના ગુલદસ્તા ય મારે જ આપવાના...!
આવા ઓચિંતા ખર્ચાના ભાર મારે જ વેંઢારવાના...!!
લો બોલો...,
આ તે કેવી સજા...!?
હર સમસ્યા આમ તો હું એકલા હાથે ઉકેલી શકુ...!
તો ય પોતાના જ કક્કા ખરા કરવાના....!!
લો બોલો....,
આ તે કેવી સજા...!?
વિશ્વાસ હોય એકમેક પર તો જ
સંબંધ ટકે એ વાત જાણે....!
તો ય અવિશ્વાસની જ સોબત કરી
રાખે ટાંણેકટાંણે...!!
લો બોલો...,
આ તે કેવી સજા...!?
કરે કોઈ ને
ભરે કોઈ...!
આ ખોટું છે એ સમજવા છતાં, જીંદગી જીવવા જેવી લાગે...!!
લો બોલો...,
આ તે કેવી સજા...!?
ચાલી ચાલીને પગ થાક્યાં,
પહોચ્યાં ના ક્યાંય...!
છતાંય પગના છાંલા પણ મને ઘણા
લાગે વ્હાલા...!
લો બોલો...,
આ તે કેવી સજા...!?
કોરોના કોરોના શું કરો છો...?!
કોરોનાના લીધે તો ઘરમાં પુરાયા..!
છતાંય બહાર રખડવાના બહાના શોધો...!!
સૌ પોતાની ઘોર જાતે જ ખોદો....!!!
લો બોલો....,
આ તે કેવી સજા...!?
🙈🙉🙊
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*