એણે રૂમઝૂમ પગલે આવી, મારી જીદંગી બદલી નાખી,
પહેલાં મને શું ભાવે છે એ વિચાર તી આજે એને માટે ભાવતું બનાવતી થઈ ગઈ.
પહેલાં ક્યાં ફરવા થી મને આનંદ આવશે એવું વિચારતી,
આજે એને માટે ફરવાના સ્થળ શોધતી થઈ ગઈ.
પહેલાં હું ક્યાં કપડાં માં સુંદર લાગીશ, એવું વિચારતી
આજે એને નવા કપડાં માં સુંદર જોતી થઈ ગઈ.
દિકરી, બહેન, પત્ની, વહુ છતાં પણ અધુરી,
આજે માં બની પૂર્ણ થઈ ગઈ.
એણે રૂમઝૂમ પગલે આવી, મારી જીદંગી બદલી નાખી.
#રાણી