"શરુઆત"...
•આજે ફરી થી રસ્તો ત્યા લઈ આવ્યો,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
આખી દુનિયા રઝળી ને પાછો ત્યાજ આવી ગ્યો,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
જે દુનિયા નિહાળવા નીકળ્યો હતો તેજ દુનિયાએ ત્યા લાવી દીધો,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
બહુ રઝળ્યો પૈસા પાછળ પણ આજે ફરી થી પૈસો ત્યા લઈ આવ્યો,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
સાથ તો બહુ મળ્યા રસ્તા માં પણ આજે કોઈ ના આવ્યું,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
નીતનવું રોજબરોજ મળતુ રહ્યુ પણ જુનુ આજે ફરી થી આવી ગયુ,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
સઘળુ નકામુ હતુ સિવાય કે મારી શરૂઆત કશુંય સાથે ના આવ્યુ,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
તુજ કહે આજે ખુશ કેમ ના હોઊ હું નવા ડગ માંડુ છુ આજે,
જ્યાથી ચાલવાની શરૂઆત કરી હતી...
આજે ફરી થી રસ્તો ત્યા લઈ આવ્યો,
જ્યાથી..................
- રાજન મુકુંદરાય