બાવન પત્તા માં ચાર પણ ઘરમાં એક પટરાણી છે.
હર એક કુંવારા દિલ મહીં છુપાયેલ એક રાણી છે.
નાનપણ માં રાજા રાણી ની વાતો સાંભળી હતી,
માનીતી કે અણમાનીતી નહિ દિલની એક રાણી છે.
રાણી નામ ની પરિભાષા બદલાઈ ગઈ સમય સાથે,
ઠાઠ ને વાણી વર્તનથી તો પ્રિયતમા લાગે રાણી છે.
રાજા ને રાણી વગર જીવન બેકાર તો લાગે અનિલ,
મારા બગીચામાં બધા ફૂલો વચ્ચે એક રાતરાણી છે.
#રાણી