#ગુણવત્તા
નથી રહી હવે કોઈ ગુણવત્તા પ્રેમમાં
નથી રહી હવે કોઈ શક્યતા વહેમ માં
બસ રહેછે દુનિયા અંધકાર ના ઘેન માં
છે બધે જ મગ્ન સંસાર પૈસા ન કેફમાં
ના રહી ભક્તિ થી કોઈ લેવાદેવા
ના રહી શક્તિ કોઈને સમ દેવા
સ્મરણ માં જો આવે તુજ છબી તો
ખૂણામાં જઈને આ અશ્રુ જ લો'વા
રહી ભૂલ મુજ હૈયાની એટલી
સહી કર્યો પ્રેમ ફક્ત મેં એકલી
ના હોય પછી કોઈ ફરિયાદ કેટલી
ન રહી જાય તારી યાદ જરા છેટલી
ભાવુ તુજ દિન-રાત સંગ યાદની હેલી
રહી હવે જે મુજ ઔકાત બસ એટલી