Gujarati Quote in Microfiction by Priyanka Pithadiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિવારમાં ચાર સદસ્ય: માતા, પિતા, દીકરો અને દિકરી. દીકરીને કૉલેજમાં એન્યુઅલ ફંક્શન હોવાથી મોડે સુધી રોકાવવું પડે એમ હતું. માતાએ દિકરીને જાતજાતની સલાહ આપી અને બને એટલું જલ્દી આવવા કહ્યું. દિકરી સંમત થઈ. ત્યાં પિતા આવ્યા. એમને જ્યારે વાત જાણી ત્યારે દિકરીના જવા પર જ મનાઈ ફરમાવી દીધી. દિકરી ડૂસકાં ભરતી એના રૂમમાં જતી રહી. મોડી રાત્રે દિકરો લથડયા ખાતો ખાતો ઘરે આવી પહોંચ્યો. એના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી. માતા એને કોઈ પણ પ્રશ્ન કર્યા વગર એના રૂમમાં લઈ ગઈ.

#પ્રશ્ન

Gujarati Microfiction by Priyanka Pithadiya : 111381820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now