#પ્રશ્ન
શહેરના મોટા મોલમાં ખરીદી કરતી વખતે ધમાલ કરતાં એક નાના બાળકને રાહીએ આમ અમસ્તા જ પ્રેમથી પૂછી લીધું કે બેટા તારુ નામ શું છે?
ત્યાં તો બાળકની મમ્મી આવીને બાળકને વઢતા વઢતા બોલી કે કેટલી વાર કીધું છે તને અજાણ્યા જોડે વાત નહી કરવાની પણ તને ખબર પડે તો ને?
અને પ્રેમ થી પૂછાયેલો રાહીનો એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો.