જ્યાં મળ્યા હતા આપણે પહેલી વાર ત્યાં મારે ફરી વાર તને
મળવું છે..
કેમકે કય ખોવાઈ ગયું છે જે ફરી વાર આજે ગોતઉ છે..
ઉદાસી માં મારી મારે ફરી વાર તારી સાથે હસવું છે..
કલાકો સુધી વાતો ના કરશો તો ચાલસે
પણ કય થોડું આજે સાંભળવું છે...
કયાક ખોવાઈ ગયેલી લાગણીનાં બંધનો
આજે ફરી તારા માટે કય છોડવું છે...
તારો હસતો ચહેરો જોય મારે પણ હસવુ છે...
બંધાય જવું છે તારા માં
હવે મારે પણ મૌન તોડવું છે...
ચાલ ને થોડું મારે પણ જીવન તારી સાથે જીવવું છે ...