અગર ફિરદોસ પર રૂ એ ઝમીનસ્ત
હમીતસ્તુ હમીતસ્તુ ......
(મતલબ કે દુનિયામાં જો કોઈ સ્વર્ગ હોય તો તે અહીં છે,માત્ર અહી છે)
4 વર્ષ પહેલાં આદિત્યરોય કપૂર અને કૈટરીના કૈફનું એક મૂવી આવેલું 'ફીતૂર', જેની આખી વાર્તામા કાશ્મીર ની લવ સ્ટોરી ગ્રે શેડમાં દર્શાવાઇ છે, જેમાં આ સોંગ સ્વાનંદ કિરકીરે દ્વારા લખવામાં આવ્યું હતું.
પરંતુ એક સારું કનેક્શન અહીં જોડાયેલું છે,
ઉપરની પંક્તિઓ તાજમહાલની દીવાલ પર કોતરેલી છે. ખરેખર તાજ અને કાશ્મીર ને આ લિરિકસ જોડવાનું કામ કરેછે.
હજી થોડું આગળ વિચારીએતો વૈવિધ્યતા જ આ બંને વસ્તુને સ્વર્ગ બનાવે છે એમ કહી શકાય.
તાજમહાલમા પીએત્રા દુરા ટેકનીક, ચારબાગ શૈલીનું બાંધકામ, અગ્રદ્રશ્ય ટેકનિક, જાળીનો ખૂબ સુંદર અને ઝીણવટપૂર્વક ઉપયોગ, લેખાનકલાનું અલંકરણ જેવી ઈન્ડો ઇસ્લામિક સ્થાપત્ય કલાની બધી વિવિધતાનું જે સંયોજન થયું એ પછી શક્ય નથી થયું.
આવી જ રીતે કાશમીરમાં પણ વૈવિધ્યસભારતા થોડી અલગ છે, જેમકે હડપ્પીયન સભ્યતાના માંડું નગર થી લઇ
આર્યો ,શક,કુશાણ, હૂણ,ઈન્ડો ગ્રીક,આરબો, વગેરે પ્રજા એ ભારતમાં પ્રવેશ ત્યાંથી જ કર્યો, તેમની ભાષા, સંસ્કૃતિ તથા પ્રકૃતિની અવિરાત પ્રસન્નતા એ કાશમીરને સ્વર્ગ બનાવ્યું હતું.
બસ હવે નજીકના ભવિષ્યમા જ લાગી રહયુછેકે આ સ્વર્ગની અસ્સલ અનુભુતી થશે જ.
#ખાનગી