Gujarati Quote in Poem by Thakkar Princi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

22 March 2020....
            આ દિવસ બધાને જીવન ભર યાદ રહેશે...સાચું ને? આ દિવસ એટલે કોરોના નો કાળો પર્કોપ...એ  દિવસે પોતાની જીવ  બચાવવા માટે તડપતી માછલી ની જેમ તડપતા હતા લોકો... સાચે મા તો આને કોરોના કહું કે કરુણા... કેમ કે અા દિવસે બધા લોકો નો સામનો થયો પોતાની મોત સામે... આજે એ લોકો ને ખબર પડી કે આ જીંદગી ની દોડધામ મા પૈસા કમાઇ કમાઇ ને ઘણા ભેગા કર્યા પરંતુ સુ આવા સમયે આ પૈસા કામ આવશે ખરા?? આવા સમયે લોકો ને પોતાનો પરિવાર યાદ આવ્યો.. પોતાના પરિવરજનો સાથે સમય પસાર કરવા લાગ્યા આજે તો સાચે "હમ સાથ સાથ હૈ" જેવો માહોલ થઈ ગયો.. બધા પોતાના પરિવાર સાથે સમય વિતવા લાગ્યા.. આજ ના દિવસ ને આમ તો સુવર્ણ અક્ષર એ મઢી લેવો જોઈએ કેમ કે આજે રસ્તા ઉપર સાધનો નથી... લોકો ની અવર જવર નથી.. આજે તો પ્રદૂષણ પણ નહિ ફેલાયું હોય........ હા જે મહા રોગ ની મહામારી સર્જાઈ ગઈ છે એ તો મોટી સમસ્યા છે જ.... જો આ કોરોના ની બીજી બાજુ ની વાત કરીએ તો આજે ખબર પડી હસે પ્રાણી સંગ્રહાલય મા રહેલા પ્રાણી ની  પરિસ્થિતિ સુ હસે...લોકો ને થોડા કલાક ઘરમાં પોતાના પરિવાર સાથે રહેવાનું કહ્યું તો પણ થોડા સમય મા લોકો કંટાળી ગયા સાચું ને?????
તો વિચારો એ પ્રાણી જે દરરોજ કેદી ની જેમ જિંદગી
વિતાવે છે વગર કોઈ ગુના એ જેલ મા કેદી જેવું જીવન વિતાવે છે એ પણ એના પરિવાર વગર તો એ લોકો ની હાલત કેવી હશે..??? આ કોરોના નો સંકેત છે કે આપડે આપણા જીવન માં કંઇક બદલાવ લાવવાની જરૂર છે આપડે પર્યાવરણ ની નજીક જવું જોઈએ કેમ કે છેલ્લો ઉપાય તો એજ છે.... અને આપડે પ્રાણી પક્ષી.. માટે પણ કરુણા ની ભાવના રાખવી જોઈએ... આપડી સામે મોત આવી ને ઉભુ રહ્યું તો જે હાલત થઈ છે એજ હાલત પ્રાણી ની પણ થતી હસે જ્યારે આપડે એમને કતલખાને લઈ જતા હોઈશું કે એમની બલી ચડાવતા હોઈશુ....
       આપડે થોડી તકેદારી રાખી કોરોના ને હરાવી દેશ ને જીતાડીએ ....

Gujarati Poem by Thakkar Princi : 111379813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now