Gujarati Quote in Microfiction by Narendra joshi દેશી

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈ કાલ સુધી ત્યજાયેલું ગામડું આજે તમને પ્રિય કેમ બન્યું?.
ગામડાનું અગણિત સુખ તમને તુચ્છ લાગતું તું આજે સમૃદ્ધ કેમ લાગે?.
આ ગામડાએ એવાતો કેટલા પુણ્ય કર્યા હશે એને આવકારો જ દેતા આવડે જાકોરો નઈ,
તમે તો આજ દિવસ સુધી ગંદા શહેરોમાં ને વિદેશમાં રહીને આ ગામડાની કેટકેટલી મજાક બનાવીતી શુ એ ભૂલી ગયા.
આજે તમે તમારા શહેરો માં ને વિદેશમાં સમૃદ્ધ બની સાથે રોગ લઈ ને ગામડાની જાહોજલાલીને નષ્ટ કરવા માટે પાછા ફર્યા તોય આ ગામડાએ તમને છાતી સરસા ભેટી મીઠા આવકારે અપનાવી તો લીધાને.
જોજો આ ગામડાને અને એમા રહેતા ભોળા મનેખ ને ક્યારેય નાનો ના સમજતા એમના હૈયા બઉ મોટા હોય છે.
તમારા શહેરના 4*4 ના મકાન જેવડા ના સમજતા.
આવ્યા તો ભલે આવ્યા પણ થોડા દૂર રહેજો સૌને પોત પોતાના જીવ વ્હાલા હોય છે.
લિ. નરેન્દ્ર જોષી.

Gujarati Microfiction by Narendra joshi દેશી : 111379105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now