વારંવાર હાથ ધુઓ એમ ચેતવે ભલે WHO,
દસ દસ દિવસ માસ્ક ન બદલે WHAT TO DO?
ફોર વ્હીલનો દરવાજો ખોલી રસ્તા પર એ થૂંકે,
ધનથી તવંગર શેઠિયો બુદ્ધિથી ભિખારી બની ફૂંકે,
સફાઈ કરે સરકાર બાકી રાણો રાણાની રીતે,
આમાં કોરોનાથી લડાઈ ભારત કેમ જીતે,
કામ કરવાના દિવસોમાં એ ઘરમાં રહેવા માંગે,
લોકડાઉનની સ્થિતિમાં કાયદો વ્યવસ્થા ભાંગે,
પગ નીચે આવશે રેલો ત્યારે ડાહ્યો ડમરો થાશે,
અત્યારે ભાટકશે બહાર ભલે દંડા પોલીસના ખાશે,
મહામારીથી લડવા જ્યારે જન જન અહીંયા જાગે,
કોરોના કોવિડ ભારતથી ઉભી પૂંછડીએ ભાગે.
- Hiren Nathvani