🎯 આજ એક મિત્ર જોડે ફૂડ પેકેટ આપવા નીકળેલો તો ત્યાં એક કાકા હતા એમને મેં ફૂડ પેકેટ આપ્યું એમણે ના લીધું પછી મે પૂછ્યું કેમ કાકા નહી જોઈતું તો આ કાકા એ જવાબ આપ્યો કે જો બેટા જોઈએ તો છે પણ આ તમે ફૂડપેકેટ આપતા ફોટા પાડો છો એટલે નથી જોઈતું મજબૂર છુ.હાલ કામ ના કરી શકીયે એટલે તમે સેવા કરો છો પણ દેખાડો તો ના કરો અમારી પણ કોઈ લાગણી હોય...લાગી આયુ હો સાહેબ ત્યારે દાન ધર્મ કરો એનો દેખાડો ના કરો તમે કરેલુ દાન કોઇ બિજાને બતાવીને શુ ફાયદો ભગવાન તો જુએ છે એટલે મહેરબાની કરી ને એ મજબૂર માણસ ને દાન આપી ને એનો ફોટો ના મુકો.🙏
💐💐