મહામારી માં ડૂબી રહી છે દુનિયા સારી
નામ છે એનું કોરોના
સૌ કામ છોડી, મુકવી પડી છે દુનિયાદારી
નામ છે એનું કોરોના
લખી ન'તી છતાં આવી ગઈ છે ઘાત
નામ છે એનું કોરોના
ભૂલવી છે પણ ભુલાતી નથી એ વાત
નામ છે એનું કોરોના
ફેલાઈ રહ્યો છે ખોફ એવો ત્રિકોર
નામ છે એનું કોરોના
કળયુગમાં યમરાજ લઈ રહ્યા છે પાઠ જોર
નામ છે એનું કોરોના
આ તે શું કર્યું હે માનવ.....?
ખાડો ખોદે એ જ પડે
ભાઈ ભૂલી ચુક્યો માનવ
ખાવાનું સંધુય છોડીને આ શું
ભરખી ગયો દાનવ
વગર તણખે દાજી રહ્યો છે દેશ ને પરદેશ
નામ છે એનું કોરોના
છેદીને મૂલ્યો જીવનધોરણ ના
નીકળી ગયો આરપાર
સાવચેતી ને સલામતી કેરા
હવે ખખડાવી રહ્યો તું દ્વાર
નરની અંદર પ્રવેશીને કરી રહ્યો છે નરસંહાર
નામ છે એનું કોરોના
બંધ બારણે પુરાઈ જવા
કેવો થઇ રહ્યો મજબૂર
સમીપતા ના ભાગ્યમાં લખાઈ
રહી છે હવે દુરતા ભરપૂર
ભડકી રહ્યો છે માનવ,માનવ થી આજ
નામ છે એનું કોરોના
થવા કાળ જે થઈ ગયું
થયેલું પાછું વળતું નથી
ખોટું હોય ભલે, શાસ્ત્રોમાં કહ્યું છે
કે કરેલું ફોકટ જતું નથી
છતાં માનજો કાળજીની આ વાત
મનનું ત્યજી મન ફાવે ત્યાં
મન ભાવે ત્યાં હવે ફરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
મનમાં થી એનો કાઢી બ્રહ્મ
મનથી કોઈ હવે મરોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
પગલાં લેજો કાળજીના
ને જોખમના ડગલાં ભરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
ચારો મૂકી એ જારનો હવે
અવળું બધું ચરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
અડગ રહેજો,તૂટતા તારલાની
માફક જોજો કોઈ ખરોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
સ્વયં ભૂ હવે કરફ્યુ પાળો
જરૂર વગર ઘર છોડોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
સલામતીમાં સો-સો ગુણ
જાગૃતિને અહીં તોડોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
હખણા રહીને વિચારજો થોડું ભાવિ નું
વણછાજે એવું કાંઈ કરોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના
*******