આજ ઘરમાં પુરાયા પછી,
વિતેલો ભૂતકાળ યાદ આવે છે.
.
હરતા ફરતા અને મિત્રો સાથે મોજ કરતા,
લારીઓએ લાગતી લાઇનો યાદ આવે છે.
.
પિઝા હટના પીઝા ને વણેલા ગાંઠિયા ખાતા,
આ જ ઘરમાં બેઠી હોટેલ ની યાદ આવે છે.
.
લોંગ ડ્રાઈવ ના નામે આખું ગામ ફરતા,
આજ બગીચાના બાંકડા યાદ આવે છે.
.
આજ વીતેલો ભૂતકાળ યાદ આવે છે.
આજ વીતેલો ભૂતકાળ યાદ આવે છે.
#ભૂતકાળ