વિશ્વ રંગમંચ દિવસની એક કવિતા
જોને કેવા કરતબ બતાવે છે ,
મગરમચ્છના આંશુ સજાવે છે .
પેલા તે નાચે જાહેર મંચો પર ,
સત્તા આવે , પ્રજાને નચાવે છે .
સિતેર વરસથી એ જ નાટક છે ,
સિંહના પાત્ર એ ઉંદર ભજાવે છે .
ખેલ તો એવા ખેલે છે સદનમાં એ ,
વાંદરાના ઝુંડ શીખવા આવે છે
મનોજ સંતોકી માનસ