દોરો ત્યારે ભાત પાડો એવી ચિત્રમાં,
જેમ ખોટ નહતી રાવણના ચરિત્રમાં.
ને પડે જો ભૂલ કોઈ દોરતી ક્ષણે એમાં,
ભૂંસીને સુધારો જેમ સુધારો છો મિત્રમાં.
નદી જો દોરતા હોવ તો ધ્યાન રાખજો,
દોરજો એવી જે આવતી હોય પવિત્રમાં.
સરળ ન સમજો વૃક્ષ દોરવાની કળાને,
મળવું જોઈએ કીડીને સ્થાન કોઈ છિદ્રમાં.
ચિત્ર દોરતાંની સાથે રાખો ચીવટ નજરમાં,
એવુંય બને કે છૂપેલું હોય ચિત્ર વિચિત્રમાં.
#ચિત્ર