Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

मेहरबानी नहीं तुम्हारा प्यार माँगा है
तुम्हें मंज़ूर है तभी तो यार माँगा है
गैरों के डर से तेरे शहर से
है कसम रिश्ता तोडूं ना...

ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરૂખ ગાડી લઈને આવી જાય છે અને દીપિકાને ભાગવાનું કહે છે ત્યારે એ પહેલા ભાગીને ઘરમાં જાય છે. એ જોઈ શાહરૂખ કહે છે,

“આ સમયે પોતાના સામાનની ચિંતા કોણ કરે? આ સ્ત્રીઓને સમજવું મુશ્કેલ છે!"

બીજા જ સીનમાં દીપિકા દોડતી ઘરની બહાર આવતી દેખાય છે, એના હાથમાં એક પિત્તળનો કળશ હોય છે જેમાં શાહરૂખના દાદાની અસ્થીઓ હોય છે! ત્યારે શાહરૂખ કહે છે, “ખરેખર સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે!"

પુરુષો એમના રોજિંદા કામકાજમાં એવા ગૂંથાઈ ગયા હોય છે કે કેટલીક નાની નાની વાતો એમને બીજ જરૂરી લાગે, મગજનો તવો કરનારી લાગે અને એ એમને છોડી દેવાનું વિચારે...

હવે એ જ સમયે જો એ પુરુષના જીવનમાં કોઈ પ્રેમાળ સ્ત્રી હશે તો એ પરાણે એ પુરુષ પાસે કેટલાક કામ કરાવશે. શરૂમાં પુરુષને આળસ આવશે, કંટાળો આવશે પણ પાછળથી એને ખ્યાલ આવશે કે એણે જે કંઈ કર્યું એ એના પોતાની જ ભલાઈ માટે હતું! એ સ્ત્રી તમારી મા, બહેન, પત્ની, પુત્રી કે દોસ્ત કોઈ પણ હોઈ શકે છે. શરત એટલી કે તમે એની જીદ પૂરી કરવા પ્રયત્ન કરતા હોવા જોઈએ. એની લાગણીને ઠેસ પહોંચાડી તમને તકલીફ થતી હોય.

યાદ કરી જુઓ... એવી કોઈ એક વાત તો તમારા જીવનમાં બની જ હશે જે નોર્મલ સંજોગોમાં તમે ના કરત, છોડી દેત પણ કોઈ સ્ત્રીએ તમને એ કરવા માટે મજબૂર કર્યા હોય અને આજે તમને એ વાતનો સંતોષ હોય!

મેં હમણાં જ નોટીશ કરેલી એક વાત અહીંયા કરું,

અમારા એક ફેમિલી ફ્રેન્ડ છે જે પોલીસ ખાતામાં ઉચ્ચ હોદ્દા પર છે. હવે પોલીસમાં તમે હો એટલે નિયમિત કસરત અને પ્રોટીન યુક્ત ખોરાક જોઈએ. આ ભાઈએ રોજ સવારે ઇંડા ખાવાનું ચાલું કર્યું. આખું ઘર ચુસ્ત શાકાહારી છતાં આ ભાઈની નોકરી એવી, ખૂબ દોડાદોડી રહે એટલે ઘરના બધાએ ઇંડા પૂરતી છૂટ આપી.

એ ભાઈની નાનકડી દીકરી છે. છ કે સાત વરસની હશે. એણે એક સવારે પપ્પાને બૉઇલ એગ્સ ખાતા જોયા અને એને બહુ ખરાબ લાગ્યું. સવારે તો એ કંઈ ના બોલી પણ આખો દિવસ ચૂપ રહી. છેક રાત્રે એણે એના પપ્પા પાસે જઈને કહ્યું,

“મને એક પાક્કું પ્રોમિસ આપો!"

“શું પ્રોમિસ જોઈએ છે?"

“કાલથી તમે એગ્સ નહિ ખાઓ!"

“બેટા એ મારી બોડી, મસલ્સ બનાવવા જરૂરી છે."

“કહ્યું ને...ના એટલે ના! તમે કોઈ નાના બચ્ચાને મારીને કેવી રીતે ખાઈ શકો?" છોકરીની આંખો ભરાઇ આવી.

“ઠીક છે રોજ નહિ ખાઉં, ઓકે?" બાપ પણ થોડો કૂણો પડ્યો.

“જે દિવસે તમે એ ગંધાતી વસ્તું ખાશો એ દિવસે હું ઉપવાસ કરીશ!"

આટલી નાનકડી છોકરીએ સિક્સર મારી. એના પપ્પા ખુદ વિચારમાં પડી ગયા. ઘરમાં કોઈ કંઈ ના બોલી શક્યું.

બીજા દિવસે સવારે એ ભાઈએ પત્નીને મગ બાફીને આપવાનું કહ્યું અને દીકરી સામે જોઈ એક સ્મિત આપ્યું, દીકરીએ એના પપ્પાને ગળે વળગી કહ્યું,
“મારા પપ્પા દુનિયાના બેસ્ટ પપ્પા છે!"

એ ભાઈ કહે છે એ કદાચ નોનવેજ તરફ વળી જ ગયા હોત. જે લોકો ખાય છે એનાથી એમને કોઈ ફરિયાદ કે છોછ નથી, પણ એ દિવસે દીકરીએ બાંધેલી લક્ષમણરેખા પાર કરવાની એમની હિંમત ક્યારેય નથી થઈ. ઇંડા ના ખાવાથી એમને ક્યારેય કોઈ તકલીફ પણ નથી પડી!

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111375870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now