#ચિત્ર
હે પ્રભુ આ સૃષ્ટિનું કેવું તે ચિત્ર બનાવ્યું હશે ?
ક્યાંક સુંદર બાગ બગીચા ક્યાં ભવ્ય ઇમારત બનાવી હશે દિનપ્રતિદિન નવા રંગ નવી કલમ થી એક એ કેવી ચિત્રકારી હશે પાત્ર જુદા છે ને ચહેરા જુદા છે તેની ભીતર ના રંગ ની આ કેવી કલાકાર છે? ક્યાંક તું હસાવે ક્યારે રડાવે રોજ પાત્ર તેના ભીતર તું કલર કરે આ કેવી ચિત્ર કરી છે?
હે પ્રભુ આ સૃષ્ટિનું કેવું તે ચિત્ર બનાવ્યું હશે ?
ક્યાંક માટીનો રંગ કૃષ્ણ ને આપ્યો અને માખણ ના રંગમાં રાધા ને બનાવી હશે કૃષ્ણ કૃષ્ણ કહી મીરા પ્રભુ તુંજ ભીતર સમાઈ તે ચિત્ર બનાવતા તારી કલમ કેવી રીતે કંડારાઈ હશે ? રાધે ગોવિંદ રાધે ગોવિંદ કહી નરસિંહ ને તે વાચા આપી એક કેવી છબી તે ચિત્રથી બનાવી હશે
હે પ્રભુ આ સૃષ્ટિનું કેવું તે ચિત્ર બનાવ્યું હશે..
કલિંગ સમ્રાટ અશોક વિશ્વ વિજેતા ને પણ તે જીતીને કેવી રીતે હરાવ્યો હશે ? ક્યાંક ધડ કપાઈ ગયા ને ક્યાંક હાથ-પગ અલગ છે તેને પણ તે પશ્ચાતાપ રુપી આંસુના રંગમાં તે પણ બદલાયો હશે. ચિત્ર એ વેદના ચિત્ર એ સંવેદના ચિત્ર એ કલ્પની દુનિયા નું વાસ્તવિક સ્વરૂપ છે પ્રભુ તારા સામે હું નતમસ્તક થઈ વિચારું આ ચિત્રમાં આ કેવી ચિત્રકારી છે ?
હે પ્રભુ આ સૃષ્ટિનું કેવું ચિત્ર બનાવ્યું હશે ?