Gujarati Quote in Motivational by Nimika

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુદરતના દોરેલા ચિત્રમાં પોતાના રંગ ના પુર ઓ માનવ,
એના કુદરતી દ્રશ્યને સર્જનાત્મક ચિત્ર ના બનાવ ઓ માનવ.

એના લીલા રંગો માં ધુમાડાનો કાળો રંગ તે પૂરી દીધો,
એના વાદળી સાગરમાં કચરાનો ખડકલો કરી દીધો.

ધરતીની છાતીને ચિરતા પણ તું ન સંકોચાયો,
એમાંથી નીકળતા અમૂલ્ય રત્નો લેતા પણ ન ખચકાયો.

કુદરતે આપ્યો હતો તને સ્વચ્છ શ્વાસ,
તે કુદરતને ઉચ્છવાસમાં ધુમાડો આપી દીધો.

એના ખળખળ વહેતા નીર પર તે બાંધ બાંધી દીધો,
પક્ષીઓ નું રહેઠાણ છીનવી પોતાનો માળો ઉભો કરી દીધો.

કામયાબીની રેસમાં ખૂબ આગળ વધી ગયો,
પ્રકૃતિ સાથેનો છેડો ફાડી,યાંત્રિક માનવ બની ગયો.

કુદરતના દોરેલા ચિત્રમાં પોતાના રંગ ના પુર ઓ માનવ,
એના કુદરતી દ્રશ્યને સર્જનાત્મક ચિત્ર ના બનાવ ઓ માનવ.

નિમિકા.



#ચિત્ર

Gujarati Motivational by Nimika : 111375710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now