# મુસાફર #
______&__&__&__&______
મુસાફર હું મુસાફર છું કે લહેર ની વાટ લેવી છે
અને મળે જો સથવારો સારો તો એક બે વાત કહેવી છે
આકાશે ચાંદ તારા નીચે ધરતી અમારી છે,
સમુંદર હૈયા માં છે એવી ઘૂઘવાટ કરવી છે
ગવન ના છાયડા નીચે હજારો ગાવ હાલીને
આવે આફત સાથી ને તો એની ઘાત લેવી છે.
અને હુંય તમારા જેવો છું મારી તાસીર જુદી છે
મળે હેતુ સાચા તો હવે ચોપાટ લેવી છે.
બધી દુનિયા તમારી છે અમારે કંઈ ના જોઈએ
તમારા બાગ ની એક જ કળી સંગાથ લેવિ છે
તમારી હેડકી આવે તોય આ. રાજ રાજી છે
આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે
મુસાફર હું મુસાફર છું કે લહેર ની વાટ લેવી છે
અને મળે જો સથવારો સારો તો એક બે વાત કહેવી છે ... @Piyush Dhameliya