દશા ની દિશા
__________
ગુમ થયો છે કલરવ,
બંધ થયો છે પગરવ;
ખોવાયા છે અવાજો,
બાકી રહ્યા છે ખયાલો.
સઘળા પૂરાયા છે કેદમાં,
સૂતાં છે મોતની સેજમાં;
પંખીઓ ઊડે ખૂલા ગગનમાં,
માનવો રોવે પૂરાં જગતમાં.
શેરીઓ ખાલી, ગલીઓ ખાલી,
ખાલી થયા છે રસ્તા;
કોણ જાણે કયારે ફરશે,
પાછા દિવસો એ હસતાં.
માહોલ હતો પરીક્ષાનો,
કરતાં હતા સૌ તૈયારી;
કોને ખબર હતી? સમગ્ર વિશ્વમાં,
આવશે એક જ મહામારી!!!!
-સિદ્ધિ