Gujarati Quote in Blog by Divya Modh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધારણા..

વ્યક્તિના સંબંધોને તોડી નાખતી સૌથી મોટી કડી.સ્કૂલમાં ધારો કે ' x=Y' વાળા જે દાખલા આવતા એ યાદ હશે જ પણ કેટલાક લોકોને આ દાખલા એટલા ગમી ગયા કે એમણે વ્યવહારિક જીવનમાં પણ ધારણા ને મહત્વ આપ્યું . કોઈ વ્યક્તિ મેસેજનો જવાબના આપે એટલે ધારી લે કે બહુ બીઝી હશે , ઇગો છે એણે એટલે જવાબ ન આપ્યો. અમુકને માણસના દેખાવ પરથી એના વ્યક્તિત્વની ધારણા કરવાની આદત હોય, કોઈ વ્યક્તિ ફેશનેબલ કપડાંની જગ્યા એ સાદગીથી રહે તો ધારી લે કે આને ફેશનની કે ટેકનોલજીની સમજ નહિ હોય, કોઈ તો વળી ભાષા બોલવા પરથી વ્યક્તિ ભણેલી છે કે નહિ એની પણ ધારણા કરી લે.
પણ મિત્રો આ બધી ધારણા હંમેશા સાચી ન પણ હોઈ શકે ક્યારેક એવું પણ બને કે જે વ્યક્તિને ઇગો વાળો માની લઈએ એ માણસ કોઈ મુસીબત માં હોય અને જવાબ ન આપી શકે.
જે વ્યક્તિ સાદું જીવન જીવે છે એ તમારા કરતા વધારે ફેશન અને ટેકનોલજીના જાણકાર હોય .
મિત્રો બની શકે કે ખોટી ધારણા ને કારણે તમે એ વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળો અને એક સારા વ્યક્તિને જીવનમાં આવતા અટકાવી દો. એટલે ધારણા કરતા પહેલા વિચારવી લેવું જોઈએ.

Gujarati Blog by Divya Modh : 111375109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now