જૂઠનો પક્ષ બહુ મોટો હોય છે.
સત્યનો ના કોઈ જોટો હોય છે.
જૂઠ આખી દુનિયા ફરી વળશે,
સત્યને સમજવામાં ગોટો હોય છે.
દાવો સચ્ચાઈનો કરતો જોવા મળે.
એ શખ્સ પણ કદી ખોટો હોય છે,
ખારા પાણીનો આખો દરિયો હોય.
મીઠાં પાણીનો કાફી લોટો હોય છે.
આખી બાજી કુદરત હાથમાં રાખે.
સાવ નકામી રૂપિયાની નોટો હોય છે.
કુસુમ કુંડારિયા.
#પક્ષ