પૂર્ણ તો કહોને કયાં કદી કોઈ હોય છે.
પૂર્ણ પણ પૂર્ણ નથી હોતું એવું પણ હોય છે.
આ મતલબી દુનિયા મહીં સબંધોમાં પણ,
પૂર્ણવિરામ મુકવા કેવા સાવ સહેલા હોય છે.
બધી જ જગ્યાએ પૂર્ણ ની શાને રાખો અપેક્ષા
અપૂર્ણતા નો સ્વીકાર કહો ને કયાં હોય છે?
પૂર્ણ ,અપૂર્ણ કે સંપૂર્ણ શબ્દ ની માયાજાળ,
શ્વાસ ખૂંટી જાય ત્યારે જિંદગી પૂર્ણ હોય છે.
#પૂર્ણ