*દીવાની જ્યોત*
🪔🪔🪔🪔🪔
દીવાની જ્યોત કહેતી વાત મઝાની,
અંધારા તણી મોજમઝાની...!
શીખવાડતી ખુદ જલીને પણ કરજો અજવાળું,
કહેતી કેવી રીતે અંધારાનું
પીલ્લુ વાળું...!
એના થકી ભલે બધે અજવાળું,
ભલાઈની આ વાત ફક્ત કોડીયું જાણતું, કે ખુદની જ્યોત તળે જ ઘોર અંધારૂ....!
અંધારે અજવાળા પાથરવા ખુબ ઝઝુમે,
બુઝતી દીવાની જ્યોત એટલે જ તો બેવડા જોરથી ઝગમગે....!
🪔🪔🪔🪔🪔
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*