શ્રી આદિલ મન્સુરી જી ની આ ગઝલ મેં ગાઈ અને સ્વરબધ્ધ કરી છે...આશા રાખું છું ગમશે ...🙏🏻
https://youtu.be/dYb3ymJ6YPg
સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ
રસ્તા મહી જ આજ તો મંઝિલ મળી ગઈ
સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી
દુઃખ નો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ
મારા થી તોય આંસુ વધુ ખુશનસીબ છે
જેને તમારી આંખ માં જગ્યા મળી ગઈ
કહેતી ફરે છે બાગ માં એક એક ફૂલ ને
તુજ આગમન ની વાત હવા સાભળી ગઈ
'આદિલ' ઘરે થી નીકર્યો મિત્રો ને શોધવા
ઓ દુશ્મની તું રાહ માં ક્યાં થી મળી ગઈ
શાયર - આદિલ મન્સૂરી