Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે બધાને દગો આપી શકો, પણ માર્ચ મહિનામાં જન્મેલાને નહીં! જાણો બીજી ઘણી અજાણી ખાસિયતો

માણસનો જન્મ જે મહિનામાં થાય તેના આધારે તેની ખુબીઓ તેનું વર્તન તેની પર્સનાલિટીનો અંદાજ લગાવી શકાય છે. વર્ષનો ત્રીજો મહીનો માર્ચ શરૂ થઈ ચુક્યો છે. આ મહિને જન્મેલ લોકોમાં ખાસ પ્રકારની ગુણવત્તા હોય છે. આઓ જાણીએ માર્ચમાં જન્મેલા લોકોની રસપ્રદ વાતો.

માર્ચમાં જન્મેલ લોકો ખુબજ સજાગ હોય છે. તેમનું મગજ ખુબજ તેજ હોય છે તેમને દગો આપવો સરળ નથી હોતો. ષડયંત્રની જાળને તોડવામાં તે માહીર હોય છે. એક વખત જો તેમનો ભરોસો તૂટ્યો તો ફરીથી તેમનો ભરોસો મેળવવો મુશ્કેલ છે.

એવુ કહેવામાં આવે છે કે માર્ચમાં જન્મેલા લોકો ખુબજ એક્ટિવ હોય છે. તેમને જૂની વાતો યાદ રહી જાય છે. તેઓ ત્યાં સુધી સવાલની પાછળમાં રહે છે જેમાં તેને મનગમતો જવાબ ન મળી જાય. દીલ જીતી લેવામાં આ લોકોની માસ્ટરી હોય છે. આ લોકો ભીડમાં પણ પોતાનો રસ્તો કાઢી લે છે. યૂનીક હોવાના કારણે લોકો તેમની વાતો સાંભળવાની ખુબજ પસંદ કરે છે.

વર્ષના ત્રીજા મહિને જન્મેલ લોકો સંવેદના અને પરોપકારથી પોતાનું જીવન વિતાવે છે. તેઓ ત્યાગ કરવામાં અને થોડુ ઘસાઇને પણ સંબંધો જાળવી રાખવામાં માને છે. સમય આવ્યે લોકોની મદદે પહોંચતા તેમને જરા પણ વાર નથી લાગતી. આ જ કારણે સમાજમાં તેમનો માનમોભો જળવાયેલો હોય છે. સંબંધો નિભાવવામાં આ લોકો એક્સપર્ટ હોય છે. તેઓ તેમના પાર્ટનરને ખુબજ પ્રેમ કરે છે આસપાસનું વાતાવરણ ખુશીઓથી છલકાવી દેવામાં તેઓ નિષ્ણાંત હોય છે. તેમનું દીલ અરીસાની જેમ સાફ હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં તે પાર્ટનરનો સાથ નથી છોડતા.

પ્રકૃત્તિ સાથે તેમનો મજબુત સંબંધ હોય છે. આ મહિનાજન્મેલ જાતક ખુબજ ટેલેન્ટેડ હોય છે. જે પણ કામ હાથમાં લે સો ટકા પૂરૂ થાય પછી જ છોડે છે. તેમનું ખુશમિજાજ વ્યક્તિત્વ બીજા માટે પ્રેરણા બને છે, હા ગુસ્સો આવે ત્યારે કોઈના નહી એ વાત પણ છે. સામે પછી કોણ છે તે પણ જોતા નથી માર્ચમાં જન્મેલ જાતક.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111373156
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now