Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિર્ભયા થી ન્યાય સુધી

તારીખ 16-12-2012ના રોજ યાદવ ટ્રાવેલ્સની બસમાં જે કૃત્ય છ હેવાનો દ્વારા આચરવમાં આવ્યું અને આ નરાધમોની હવસનો ભોગ બનનાર એક યુવતી જેનું નામ આજ સુધી બહાર પાડવામાં નથી આવ્યું પણ આપણે નિર્ભયા થી ઓળખી છીએ. આ પૂરો કેસ ભારતના આઝાદીના ઇતિહાસમાં દેશને ધ્રુજાવતો કેસ હતો. દિલ્હીની સડકો પર લોકોના ટોળા ઉમટી રહ્યા હતા. ન્યાય ની માંગ થઈ રહી હતી, છ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. એવિડન્સમાં માત્ર એક બસ હતી. જેના પરદા સળગાવી નાખ્યા હતા, પુરી બસને ધોઈ નાખવામાં આવી હતી. પોલીસ પુરા રસ્તાના cctv કેમેરા ચેક કરી હતી. અંતે એક વિડીઓમાં આ બસ નજર આવી અને બસની "યાદવ" નામથી ઓળખાણ થઈ.

મને યાદ છે, હું સીરામીક કંપનીમાં ડિજિટલ મશીન ચલાવતો હતો, રાતે 9 વાગે ઘરે ગયો અને જોયું તો તમામ ન્યૂઝમાં રેપના સમાચાર આવી રહ્યા હતા. દિલ્હીના રસ્તા પર જાગૃત પ્રજા ન્યાય મેળવવા અવાજ ઉઠાવી રહી હતી. પૂરો મામલો શુ છે એ જાણવાની થોડી તાલાવેલી થઈ, લગભગ રાતના 2 વાગ્યા સુધી હું ન્યુઝ જોતો રહ્યો. એક દેશની દીકરીઓ ગેંગરેપ થયો છે. આરોપી ફરાર છે. દીકરીને સિંગાપોર લઈ જવામાં આવી છે. પૂરો મામલો જોઈ એ રાતે ઊંઘ પણ નહોતી આવી. આવા લોકોને જાહેરમાં ફાંસી થવી જોઈએ એવા અનેક વાક્ય મને સાંભળવા, વાંચવા મળતા હતા.

પુરા કેસની તમામ અપડેટ સાત વર્ષથી મેળવતો આવ્યો છું કારણ કે આ એ કેસ હતો જેના કારણે મને દેશમાં રહેતા નિમ્ન માનસિકતા ધરાવતા હેવાનો પર ઘીન્ન આવવા લાગી હતી. છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરી થી ત્રણવાર ડેથવોરંટ બદલવાની પટિયાલા કોર્ટને ફરજ પડી હતી. બધાને એવું હતું કે હવે ફાંસી થઈ જશે પણ હેવાનોનો વકીલ પણ મોટી નોટ હતી. એને મન ફક્ત કેસ જીતવો કે ફાંસી અટકાવી જ હતી. એ માણસ કોર્ટની બહાર પર નિર્ભયાના માતા આશાદેવી ને ચેલેન્જ કરી ચુક્યો હતો કે હું ફાંસી નહિ થવા દઉં.

(ક્રમશ:)

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111372994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now