#ભટકવું
કેહવાય છે કે મંઝિલ મેળવવા ભટકવું પડે છે,
પરંતુ દોસ્ત
આપણા દેશમાં
પોતાનો કમાયેલા પૈસા ને મેળવવા ભટકતાં સ્વજન જોયા છે.
પોતાની ઓળખ સાબિત કરવા ભટકતાં દેશવાસી જોયાં છે.
કાયદા ની રમત મા કાગળ ના જથ્થા લઇ રખડતા નિર્દોષ માનવને ભટકતાં જોયાં છે.
પોતીકાં ને સારી નિશાળે મોકલવા મથતા માતા પિતા ને ભટકતાં જોયા છે.
દીકરીના ભાવિને સુધારવા દહેજ રૂપી ઝેર એકત્રિત કરવા ભટકતાં લોકો જોયાં છે.
મંઝિલ માટે ભટકવું તો હજી બાકી છે "મસીહા".
#ભટકવું