અવતાર લઈને આવજે તુ કાળ થી અમને બચાવજે,
હાહાકાર મચાવતો ખુબ ડરાવતો કળયુગ થી બચાવજે,
મહામારી ના આ કલયુગ માં હાથ મારા દેશ નો તુ જાલ જે,
અંબા તુ મહાકાળી ચામુંડા થઇને વેલી પ્રગટ થાજે,
અવતાર લઈને આવજે તુ કાળ થી અમને બચાવજે,
તારા ભારત દેશ ના બાળ ની ભેર કરવા વાયુ વેગે અવતરજે,
રત્કબીજ ને માર નારી માડિ કોરોના નો તું સન્હાર કરજે,
અવતાર લઈને આવજે તુ કાળ થી બચાવજે,
આ જગત ને તારવા કોઇ નથી માડિ હવે તુ બેલી થાજે,
કહે ચારણ દિપડો માડિ તુને અણવખત વેલી આવજે,
અવતાર લઇને આવજે તુ કાળ થી અમને બચાવજે...