Gujarati Quote in Blog by Deeps Gadhvi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લોકો ને લોકડાઉન વિશે આટલી માહિતી પહોંચાડો*

આ લોકડાઉન મા ધ્યાન રાખવા જેવી બાબતો :

1:
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડવાનો સમય હવે પુરો થઈ ગયો છે આ હવે ભારત અને કોરોના નો મામલો છે. તો કેન્દ્ર સરકાર જે પણ પગલાં ભરી રહી છે એમાં સરકાર ની મદદ કરો.

2:
તમે મર્દ છો એ બતાવવા માટે બહાર ફરવુ નહી- કોરોના તમારી સાથે નહી લડે તે તમારી અંદર લડશે. તો વાઇરસ ને તમારા ઘરે પહોંચાડવા મા મદદ ન કરો.

3:
ઇટલી મા સરકારે લોકો ને ઘર મા રહેવા માટે રજા આપી અને લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે.

4:
આજે ઇટાલી ના લોકો ઘર મા કેદ વીચારી રહ્યા છે કે 2 અઠવાડિયા પહેલા આ બધુ ખબર હોત તો ઘર મા જ રહેત. 2 અઠવાડિયા પછી તમારે શુ વીચારવુ છે તે તમારે આજે નક્કી કરવાનુ છે

5:
આપડી ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડાઈ લડવા માટે અત્યન્ત ગંભીર અને ઉપયોગી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર ના હાથ ને આપણો સાથ આપીએ અને ફક્ત ઘર મા રહી ને ગરવી ગુજરાત ને મદદ કરો. કોરોના સામે ની લડાઇ મા તમે એક સૈનિક છો.

6:
સૌથી મહત્વની વાત
આજ સુધી કોરોના ના જોક્સ ફોરવર્ડ કર્યા હવે આવા માહિતી વાળા મેસેજ નો વારો છે. અને હા દુધ. અનાજ ની તંગી છે એવી અફવા ના મેસેજ આવે તો મોકલવા વાળા ને સહેજ ભારપૂર્વક સમજાવવા ની જવાબદારી તમારી છે. ઘેટા બકરા ની જેમ આવા મેસેજ ફોરવર્ડ નો કરો. એક વાત યાદ રાખો આજે ઇટાલી મા એક પુત્ર અને પીતા બંને દાખલ હતા આજે પુત્ર ને ખબર નથી કે તેના પીતા 3 દીવસ પહેલા જ મરી ગયા છે તો આ મજાક ની વસ્તુ નથી.

બાકી ના ડરો ના ડરાવો

અને એક સૌથી મોટી અપીલ. રોજ નું રોજ ખાતા પરીવારો જો આજુબાજુ માં રહેતા હોય તો એ પરિવાર માટે પણ ભોજન ની વ્યવસ્થા કરીયે..

જય હિંદ
- એક ભારતીય

Gujarati Blog by Deeps Gadhvi : 111372059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now