એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
આ હોંઠ પર હાંસ્ય રમતું 'તું,,
આહલાદક ભર્યું એક પળ શમણાંનું,,
બે પાપણ વચ્ચે, મુક્ત રમતું' તું,,
એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
ચાર પાપણનું કમળ ખીલ્યું 'તું,,
જ્યાં લાગણી ભર્યું એક તીર નજરું નું,,
કોમળ હ્યદયે ખુદ પર જીલ્યું' તું,,
એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
હોંઠે હળવું અલિંગન કર્યું 'તું,,
જ્યાં હ્યદયે બાંધ્યુ'તું બંધન આંગળી નું,,
ત્યાં શ્વાસોમાંએ સંગીત ભળ્યું 'તું,,
એક દિવસ,,
હાં,,
એક દિવસ,,
જ્યાં, આ અદ્ભૂત ચિત્ર બન્યું 'તું,,
ત્યાં કાગળ હતું, એક જંખનીત પળ નું,,
જે મુજને, એકલતામાં મળ્યું 'તું...!!!
Jay Patel...