*પ્રાર્થના*
🙏🏻🕉️🛐🕉️🙏🏻
*પ્રભુ પ્રાણનાથં*
*વિભુ વિશ્વનાથં*
*જગંનાથ નાથં*
*શિવોહં શિવોહં*
🙏🏻🕉️🛐🕉️🙏🏻
લાગણીની ભાષા પ્રાર્થના....!
હ્રદયથી ગવાતું ગીત પ્રાર્થના....!
વેદના,સંવેદનાની વાચા પ્રાર્થના...!
મૌન-મુકની વાણી પ્રાર્થના...!
સૃષ્ટિ તણો અનુભવ પ્રાર્થના...!
પ્રભુ-ભક્ત તણો સ્નેહનો સંવાદ પ્રાર્થના...!
ઈશના વિશ્વાસ તણા સંબંધની ગાથા પ્રાર્થના...!
દેતી પ્રાર્થનને અદ્ભુત સામર્થ્ય
પ્રાર્થના...!
જીવ અને શિવનું તાદાત્મ્ય પ્રાર્થના...!
એકાંત કરતા સમુહમાં ગવાતી ત્યારે પહોંચતી ઝડપી પ્રભુ સુધી પ્રાર્થના....!
શ્રીમદ્ભગવદ્ગીતાના દરેક યોગનો કરતી સંયોગ પ્રાર્થના...!
*પ્રભુ સાથેનું *ડાયરેક્ટ ડાયલીંગ પ્રાર્થના*...!
*ઈશ તણો *કોર્ડલેશ ફોન પ્રાર્થના*...!
આત્માનું પરમાત્મા સાથેનું પવિત્ર મિલન
પ્રાર્થના....!
અમીર ગરીબ સૌનું આખરી હથિયાર પ્રાર્થના...!
ઈશ્વર જોડે ઝડપથી પહોંચતી પવિત્ર- નિસ્વાર્થ ભાવે ગવાતી પ્રાર્થના....!
પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ દ્રઢતામાં પરિવર્તીત કરતી પ્રાર્થના...!
જીંદગીના સહુ સાહસોનું અદમ્ય બળ પ્રાર્થના....!
*ઘુઘવતા જળે ખડકનું મૌન પ્રાર્થના*....!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*