સકળ ધડકન
થામવા છે હાલ દિલના થયા છે જે કાજ તારે
થયો બંધાણી સમયનો થામવી છે સકળ ધડકન
શ્વાસ માં સંગાથ તારો રહ્યો એહેસાસ ન્યારો
વગર સમજે કે વિચારે માણવીતી સકળ ધડકન
સમી સાંજે પ્હેલ વ્હેલું હાથ ઝાલી નીકળ્યાતા
મ્હેરબાની ટેરવાંની સાંભળીતી સકળ ધડકન
સાંકડે ઓટલે બેઠા વ્હેંત થી યે વધુ ઓરાં
મોકળાશે આવતી એ સાચવીતી સકળ ધડકન----
- આરતી બક્ષી.