*અવલેહના*
👥👥👥👥👥
તમારા આવવાની વાતે જાણે વિચારે પકડી ગતી,
પણ કાયમ જ,
તમારી *અવલેહના* ની હાજરી કોણ કરશે જતી...?!
પ્રેમ તો આપણે સાવ છીછરો તો નો'તો જ કીધો,
આ તો તમારી *અવલેહના* ના પડઘમ જ હોતા'તા રોજ ધારદાર...!
સહેજ અમથી આંખો ભીની તો થતી'તી રોજ જ,
*અવલેહના* તમારી હ્રદયને કોરતી રે'તી દરરોજ જ....!
સહજાનંદ સાથે જીવવાના ઓરતા થતા વારંવાર,
તમારી *અવલેહના* ના ખંજરોએ પીઠ પર કર્યા હજારો વાર....!
ખુબ ઊંડા ઘાવ હ્રદયે દીધા વેદનાના,
પણ કાયમ મન મહી સળગતો રે'તો લાવા તમારી
*અવલેહના*....!
અમારા પ્રેમની શક્યતાની ફળદ્રુપતા જ્યારે માપી,
ત્યારે તમારી *અવલેહના* ની સાંદ્રતા એમાં જીતી...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*