કેમ કરીને સમજાવું મારા દિલને?
મારું દિલ જીદે ચડ્યું છે;મારું દિલ બળવે ચડ્યું છે,
દિલે તારી સાથેના સંબંધનો કર્યો છે એકરાર,
મારા દિલે કરી છે ઘોષણા તને નહીં થવા દે ફરાર,
મારા દિલે તારી સાથે કર્યો છે જનમોજનમનો કરાર.
કેમ કરીને જગ્યા કરું મારા દિલમાં?
બીજા કોઈ સંબંધને નથી આપવું મારા દિલમાં સ્થાન.
#સંબંધ