તો કેમ? :
આજ વાત કરુ વણકહેલી...તો કેમ?
વાતોમાં એની વાત કરુ...તો કેમ?
વ્રત એ રહે, ને ભુખ્યો હુ રહુ...તો કેમ?
દુઃખ એ જોવે, ને વરસી હુ પડુ...તો કેમ?
અડધુ હુ કહુ ને પુરુ તુ સમજે...તો કેમ?
નજર મારી! ની કેદી તુ રહે...તો કેમ?
તારી આ સજા ઉમ્રભર રહે...તો કેમ?
કેદી એ ...ને હુ જેલર રહુ ...તો કેમ?
ને તોઈ આઝાદ એ ને બંધાઈ હુ રહુ...તો કેમ?
હુ હાથ માંગુ છુ અસભ્ય રીતે જ ભલે,
તુ તોય હરખાઈ 'હા' પાડે ...તો કેમ?