માર્ચ નો મહિનો છે
ચાલ લાગણી નો હિસાબ કરી લઉં
ગણતરી નાં સંબધ થી ખુશી ની મૂડી એકઠી કરી લઉં.
હિસાબ કિતાબ માં કાચો છું પણ એક વાત જાણી છે...
અભિમાન નાં ખર્ચે સાચા સંબંધ નો નફો છે એ વાત જાણી છે..
જીવન નાં સરવૈયા ની જવાબદારી ચૂકવતા ચૂકવતા જ, સાચા સંબંધી ની મિલકત પારખી છે..
હૂંફ નું વ્યાજ માંગે છે તું! તો રોકાણ લાગણી નું જરૂરી છે!
કેમકે લાગણીઓ નો પણ હિસાબ રખાય છે
વધુ પડતી જો થાય તો હૈયું ઘવાય છે!
-..hj..