Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક્ઝામમાં પેપર બગડ્યું હોય તો માત્ર વિષય જણાવો, બાબા અગિયાર હજારમાં પાસ કરાવી દેશે!

બાબા પાસે આટલી બધી સિધ્ધિ હોય તો એમને અગિયાર હજાર રૂપિયાની જરૂર શું કામ પડે? બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આશીર્વાદ ના આપી શકે, પાસ થઈ જવાનો? ધારો કે બધા નબળા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ ગયા પછી? સારી કોલેજમાં એડમીશન મળી જાય એટલે ફરી બાબા પાસે જવાનું...

બાબા મુજે ફલાણી કૉલેજ મે એડમીશન દીલા દો! બાબા કહેશે, લાવ બચ્ચા પચીસ હજાર અને રૂપિયા આપતા જ ચમત્કાર થઈ એડમીશન મળી જવાનું 😅

કોલેજમાં પાસ થવાના ફાંફા પડશે. વાંધો નહિ ફરી બાબા પાસે જવાનું. આ વખતે વધારે પાવરફુલ શક્તિની જરૂર પડશે. બાબાને પચાસ હજાર રૂપિયા આપો અને કોલેજની દરેક પરિક્ષામાં પાસ થઈ જાઓ..🤐

કોલેજ પાર કર્યા બાદ... સૌથી મોટી સમસ્યા નોકરીની. એના માટે બાબાને પાંચ લાખ રૂપિયા અને નોકરી મેળવી લો...

નોકરીમાં તમે એકલા જ હશો? જે પોતાની મહેનતની ભણીને આગળ આવ્યા છે એ તમને ફાવવા નહિ દે. સતત ઘર્ષણ અને તણાવ તમે સહન નહિ કરી શકો અને ફરી બાબા પાસે દોડી જવાના. આ વખતે બાબા કહેશે, બચ્ચા તારું એકલાનું ભાગ્ય કામમાં નહિ આવે. તું લગ્ન કરીલે..! સારી કન્યા મળી જાય એ માટે બાબાને કિંમત આપો.

લગ્ન કર્યા બાદ કોને શાંતિ મળી જવાની? પહેલું બાળક દીકરો જ જોઈએ એવી ઈચ્છા રાખનાર ફરી બાબા પાસે જવાના અને હજારો રૂપિયા ખર્ચાશે...

છેલ્લે એને સમજાશે કે બાબાએ એને લૂંટ્યો જ છે. આટલી બધી રકમ પડાવી પણ ક્યાંય શાંતિ ના મળી. એ બાબા પાસે લડવા જશે ત્યારે બાબા એના સામે ફૂલની માળા ધરશે અને કહેશે,

“દેખ બચ્ચા તુજે મહેનત કરકે પઢ લીખ કે આગે બઢના હોતા તો તું મેરે પાસ આતા હિ નહિ! કશુંય કર્યા વગર રૂપિયા કમાવા હોય તો આવી જા આ માળા પહેરી લે અને મારો ચેલો બની જા.. હમણાં જ બોર્ડની પરિક્ષા પૂરી થઈ, કોઈ તારા જેવા હમણાં જ આવશે પાસ થવા જાદુ કરાવવા..!"
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111366620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now