કંડારવા શબ્દોને કાગળ પર ,
સ્યાહીનો સંગાથ શોધું છું .. ,
શબ્દોને કવિતામાં મઢવા
કોરો કાગળ શોધું છું .. ,
છલકે છે જામ અને હું ??? ,
ખાલી પિયાલો શોધું છું... ,
ઘૂઘવાતા દરિયામાં
પાણીની એક બુંદ શોધું છું ... ,
વરસતા વરસાદમાં
વ્હાલનું એક વાદળ શોધું છું... ,
ગગનમાં રચવાને મહેફીલ
પક્ષીઓનો સંગાથ શોધું છું ...
🌻🌻🌻🌻🌻
:- મનિષા હાથી