Gujarati Quote in Blog by Falguni Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં આવ કરતાં આવકારો વધારે મળે
જ્યાં હાશ કરતાં હાશકારો વધારે મળે એક સરનામું એવું મળે

ખોરડું આછું પાતળું હોવા છતાં મનનો રણકારો મળે
કોક દરિયા પાર હોવા છતાં દિલનો ભણકારો ભળે

આંગણ તુલસી કયારો ને ઘરે ધરમ નો ધારો મળે
પરસાળે ઘાસનો ભારો ને ભીંતડે લીંપણ ગારો મળે

હોય ભલે રોટલો ને છાશ પણ ભાણે માનવિયું મનનાં મોટા મળે
ઘરનાં મોભ આકાશે આંબે પણ આડંબરે નાં નામે પરપોટા મળે

હોય તડકી છાંયડી પંડે તોયે મનખાં સાંજે સંપે એવું મળે
ઉઠે નનામી તોયે ઈ જ ખોરડું આતમ ફરી ઝંખે એક સરનામું એવું મળે ....
© ફાલ્ગુની શાહ

Gujarati Blog by Falguni Shah : 111365180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now